Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોમાં કાર્યપાલક એન્જિ.ની જગ્યા ખાલી : નિમણૂંકની માંગ સાથે ધરણાં

જામ્યુકોમાં કાર્યપાલક એન્જિ.ની જગ્યા ખાલી : નિમણૂંકની માંગ સાથે ધરણાં

કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સ્ટે. હોલની બહાર ધરણાં

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં ખાલી પડેલ કાર્યપાલક એન્જિનિયરની તાત્કાલિક નિમણૂંક કરવાની માંગ સાથે વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ આજરોજ સ્ટે.કમિટી હોલ પાસે ધરણા કર્યા હતાં અને તાત્કાલિક ધોરણે સિનિયોરીટી લાયકાત અને અનુભવના ધોરણે નિમણૂંક કરવા માંગણી કરી છે.

- Advertisement -



જામનગર મહાનગરપાલિકામાં કુલ પાંચ જગ્યામાંથી એક જગ્યામાં સીટી એન્જિનિયરની નિમણૂંક કરાઇ છે. બાકી રહેતાં ચાર કાર્યપાલક એન્જિનિયરની જગ્યા ઘણા સમયથી નિમણૂંક કરવામાં આવતી નથી અને અધિકારીઓને ચાર્જમાં રાખવામાં આવતાં હોવાથી તેમજ વધારે ચાર્જ સોંપવાથી અધિકારી ઉપર કામનું ભારણ રહે છે. આ અંગે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેને લઇ વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આજે સ્ટે. કમિટી હોલ પાસે ધરણા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જ્યાં સુધી ચાર કાર્યપાલક એન્જિનિયરને સિનિયોરીટી, લાયકાત અને અનુભવના આધારે નિમણૂંક કરવામાં નહીં આવે ત્યાં સુધી દર અઠવાડીયામાં એક દિવસ સવારે 11 થી 5 વાગ્યા સુધી ધરણાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ તકે કોર્પોરેટરો નુરમામદ પલેજા, જેનબબેન ખફી, આનંદ ગોહિલ ઉપરાંત સહારાબેન મકવાણા, સુભાષભાઇ ગુજરાતી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને ધરણામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular