અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનમાં ભારે મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના જવાબમાં ISના આતંકવાદીઓ વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી હતી. જાણવા મળ્યા મુજબ અમેરિકી સેનાના માનવરહિત વિમાને નાંગરહાર ખાતે ISIS-Kના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો હતો. એવો દાવો થઈ રહ્યો છે કે, અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના ષડયંત્રકારીને પણ ફૂંકી માર્યો છે. એરસ્ટ્રાઈક બાદ અમેરિકાએ કાબુલ એરપોર્ટમાંથી લોકોને ખસી જવા કહ્યું હતું. અમેરિકાને આશંકા છે કે, કાબુલ એરપોર્ટ પર ફરી આતંકવાદી હુમલો થઈ શકે છે. પેન્ટાગોન તરફથી કરવામાં આવેલા દાવા પ્રમાણે નક્કી કરવામાં આવેલા ટાર્ગેટને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ISIS-Kના અડ્ડા પર ડ્રોન વડે એટેક કરવામાં આવ્યો હતો. અમેરિકાએ માત્ર 48 કલાકની અંદર જ બદલો લઈ લીધો છે. આ તરફ તાલિબાને અમેરિકાની આ કાર્યવાહીને લઈ અંતર જાળવ્યું છે.
અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ ઉપર અમેરિકાની એરસ્ટ્રાઇક
કાબુલ બ્લાસ્ટનો બદલો એરસ્ટ્રાઈકમાં ‘ષડયંત્રકારી’ IS આતંકવાદીને ફુંકી માર્યો