Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયયુપી બન્યું એન્કાઉન્ટર સ્ટેટ

યુપી બન્યું એન્કાઉન્ટર સ્ટેટ

યોગી કાળમાં 10 હજાર એન્કાઉન્ટર, 178નો સફાયો

- Advertisement -

ઉત્તર પ્રદેશ છેલ્લા કેટલાક સમયથી માફિયાઓની પ્રોપર્ટી પર બુલડોઝરના સપાટાને પગલે ચર્ચામાં છે ત્યારે યોગી શાસનમાં એન્કાઉન્ટરના આંકડા જાહેર થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના છ વર્ષના શાસનમાં રાજ્યમાં ગુનેગારોના 10,000થી વધુ પોલીસ એન્કાઉન્ટર થયા છે.

- Advertisement -

સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર્સમાં પોલીસ સાથેના ગોળીબારમાં 178 ગુનેગારોના મોત થયા છે. મોટા ભાગના ગુનેગારોને પકડવા માટે રૂ.75,000થી રૂ.5 લાખનું ઇનામ જાહેર કરાયું હતું. તમામ એન્કાઉન્ટર્સમાં મેરઠ રાજ્યમાં મોખરે રહ્યું છે. 2017થી અત્યાર સુધીમાં મેરઠમાં 3,152 એન્કાઉન્ટર્સ થયા છે. જેમાં 63 ગુનેગારો માર્યા ગયા હતા અને 1,708ને ઇજા થઈ હતી.

પોલીસે રાજ્યમાં 20 માર્ચ, 2017થી 6 માર્ચ, 2023ના ગાળામાં એન્કાઉન્ટર્સને પગલે 23,069 બદમાશોની ધરપકડ કરી હતી. જ્યારે 4,911 અપરાધીઓને ઇજા થઈ હતી. સમાન ગાળામાં 13 પોલિસકર્મીઓએ શહીદ થયા છે, જ્યારે 1,424 પોલિસોને ઇજા થઈ હતી. છેલ્લા છ વર્ષમાં પોલિસે રૂ.5 લાખનું ઇનામ ધરાવતા બે, રૂ.2.5 લાખનું ઇનામ ધરાવતા ચાર, રૂ.2 લાખના ઇનામવાળા બે, રૂ.1.5 લાખનું ઇનામ હોય તેવા છ તેમજ રૂ.1 લાખ અને રૂ.75,000નું રોકડ ઇનામ ધરાવતા ઘણા ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા.

- Advertisement -

યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશનું શાસન સંભાળ્યું ત્યારથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. તેમની સરકારે માફિયા અને ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ પોલિસી અપનાવી છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૠઈંજ-23માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ રોકાણકારોએ ઉત્તર પ્રદેશની કાયદો-વ્યવસ્થાની સ્થિતિની પ્રશંસા કરી હતી. ઉત્તર પ્રદેશ પોલિસે અપરાધો પર અંકુશ અને ગુનેગારોને પકડવા માટે યોજનાબદ્ધ અને તબક્કાવાર રીતે કામ કર્યું છે. એન્કાઉન્ટર પોલિસની સૌથી મોટી વ્યૂહરચના રહી છે. તેને લીધે ગુનેગારોમાં ડર ઊભો થયો છે અને તેમણે રાજ્યમાંથી ભાગી છૂટવાનું શરૂ કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular