Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહવામાન ડખ્ખે ચઢયું, ફરી કમોસમી વરસાદની આગાહી

હવામાન ડખ્ખે ચઢયું, ફરી કમોસમી વરસાદની આગાહી

- Advertisement -

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પ્રકોપ છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના આગાહી કરી છે. આ આગાહીને પગલે ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે. આ અગાઉ પણ કમોસમી વરસાદથી પાકને નુકસાન થયુ છે ત્યારે હવે ભરઉનાળે વાતાવરણમાં પલટો આવી જતા અનેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. થોડા દિવસથી રાજ્યના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને પગલે હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં હાલ અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ સુધી માવઠાની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
રાજ્યના અમુક વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભરઉનાળે ચોમાસાની જેમ કમોસમી વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો. જેના પગલે રાજ્યના અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, કચ્છ અને સોરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તાપી, ડાંગ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ બાદ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. કેટલાક શહેરોનુ તાપમાન 40 ડિગ્રીની ઉપર જતુ રહ્યુ હતું. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, 40.6, રાજકોટ 40.6, વડોદરામાં 39.8 તેમજ ગાંધીનગરમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular