Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ - નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૮.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૮૨૩.૩૬ સામે ૫૪૦૭૧.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૦૩૪.૩૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૬.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૩૬૯.૭૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૪૬.૫૦ સામે ૧૬૨૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૮૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૫૬.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે વિક્રમી તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો. કોરોના સંક્રમણમાં ઘટાડાની સાથે દેશમાં ઔદ્યોગિક – આર્થિક ગતિવિધિ વધતાં અને અનલોક ઝડપી બની રહ્યું હોઈ આર્થિક વિકાસને  વેગ મળવાની અપેક્ષા સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિએ આગામી દિવસોમાં કૃષિ સાથે ગ્રામીણ અર્થતંત્રમાં વિકાસની ઝડપ જોવા મળશે એવા અંદાજોએ તેમજ વૈશ્વિક મોરચે પણ રિકવરી રહેતાં ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા સંસદમાં કરેલા નિવેદનમાં વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા અર્થતંત્રને વેગ આપવા પગલાં લેવાઈ રહ્યાનું આપેલા સંકેતોની પોઝિટીવ અસર જોવાઈ હતી.

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સપ્તાહના અંતે યોજાનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ પૂર્વે વ્યાજ દર વર્તમાન ફુગાવાના ઊંચા દરને જોતાં જાળવી રાખવામાં આવે એવી શકયતા વચ્ચે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલી બાદ આજે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૪૪૬૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૨૯૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. આ સાથે ફુગાવા – મોંઘવારીને અંકુશમાં લેવા માટે પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડો જરૂરી બની ગયો હોઈ આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની પોઝિટીવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ, એનર્જી અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૯ અને વધનારની સંખ્યા ૧૧૩૭ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૨૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો હતો. સેકન્ડરી માર્કેટની સાથોસાથ દેશના મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહ્યું છે. અનેક સારી કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે.

દેશની મેન્યુફેકટરીંગ ક્ષેત્રની કામગીરીમાં સુધારો થતા જુલાઈ માસનો મેન્યુ. પીએમઆઈ વધીને ૫૫.૩૦ની ત્રણ માસની ઊંચી સપાટીએ રહ્યો હતો. આ સાથે જુલાઇ માસનું જીએસટી કલેકસન ફરી એકવાર વધીને રૂ.૧ લાખ કરોડ પહોંચી ગયું છે. જે શેરબજાર માટે ટેકારૂપ બની રહેશે. આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની થનારી સમીક્ષા અને જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે.

તા.૦૫.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૪.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૬૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૨૦૨ પોઈન્ટ થી ૧૬૧૮૮ પોઈન્ટ ૧૬૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૪.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૦૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઈન્ટ થી ૩૫૬૭૬ પોઈન્ટ, ૩૫૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૯૯ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૪૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૨૧૯ ) :- રૂ.૧૧૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૩૨ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૭૯૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૦૮ થી રૂ.૮૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૮૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૨૮ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૧૮ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૮ થી રૂ.૯૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૬૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૨૮ થી રૂ.૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૯૬ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૫ થી રૂ.૫૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular