Thursday, December 26, 2024
Homeવિડિઓઅનોખી પહેલ: જામનગરની આ શાળા દ્વારા વિદ્યાર્થીની એક વર્ષની ફી માફી

અનોખી પહેલ: જામનગરની આ શાળા દ્વારા વિદ્યાર્થીની એક વર્ષની ફી માફી

- Advertisement -

કોરોના સંક્રમણ વધવાની સાથે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ગત્ વર્ષે પણ કોરોનાના કારણે શાળા બંધ રહેતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવ્યું હતું. શાળાઓ બંધ રહેતાં ફી અંગે અનેક વખત ફી માફીની માંગણીઓ ઉઠી હતી. કોરોના મહામારીના સમયમાં જામનગરની કે.કે.ઇન્ટરનેશનલ ખાનગી શાળા દ્વારા આવકારદાયક નિર્ણય લેતાં વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી છે. કે.કે.ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોરોના મહામારીના કપરાકાળ દરમ્યાન વિદ્યાર્થીઓના વાલીઓની માંગણીઓને ધ્યાને લઇ ફી માફી જાહેર કરાઇ છે. શાળામાં 350 જેટલાં વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular