Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના જન્મદિનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અનોખી ઉજવણી

વડાપ્રધાનના જન્મદિનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અનોખી ઉજવણી

મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું આયોજન

- Advertisement -

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે 78 જામનગર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના  ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને એક તરફ સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં તો બીજી તરફ ધર્મ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે, અત્રે નોંધનીય છે કે પ્રતિવર્ષ ધારાસભ્યના ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ ગણપતિ સ્પર્ધા યોજાય છે આ વખતે સોનામાં સુગંધ ભળી છે અને વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિનની ઉજવણીનો સોનેરી સંગમ થયો છે

- Advertisement -

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિનની દેશભરમાં એક રાષ્ટ્રીય પર્વની જેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવશે કારણ કે  દેશનું મસ્તક વિશ્વ સમક્ષ ઊંચું લાવવામાં સફળ થયેલા  નરેન્દ્ર મોદી ની સર્વાધિક વૈશ્વિક લોક નેતા તરીકે ગણના થાય છે આ બાબત સમગ્ર ભારત માટે ગૌરવ પ્રદાન કરવા સમાન છે

વડાપ્રધાન ના જન્મદિવસના અનુસંધાને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના  ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ઓશવાળ સેન્ટર સાત રસ્તા ખાતે સાંજે ૪:૦૦ વાગ્યાથી મેગા બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત થશે અને તેમાં સેકડો યુવાનો રક્તદાન કરીને વધુ એક વખત મહાદાનના સંકલ્પને ચરિતાર્થ કરશે. સાંજે ૬:૦૦ કલાકે શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું જે આયોજન કરાયું છે તે કાર્યક્રમની શરૂઆત થશે અને જામનગર શહેરભરમાં શ્રેષ્ઠ ગણપતિ પંડાલ ઊભું કરનાર મંડળોના સન્માન કરવામાં આવશે

- Advertisement -

ગણેશજીની સ્થાપના કરતા મંડળો વચ્ચે વધુ જનજાગૃતિ આવે, સમાજમાં સંગઠનની ભાવના વધુને વધુ પ્રબળ બને, અરસપરસ લોકોની નિકટતા વધે, તથા ખાસ કરીને વધુને વધુ લોકોમાં ધાર્મિક ચેતના જાગે, આધ્યાત્મિક વાતાવરણ પ્રસ્થાપિત કરી શકાય એવા હેતુ સાથે શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત આ મેગા મહોત્સવમાં ગણેશ મંડળના સન્માન ઉપરાંત જૈન સમાજના તપસ્વી ભાઈઓ અને બહેનોને શીલ્ડ અર્પણ કરીને એમને પણ બહુમાન આપવામાં આવશે

અત્રે એ પણ નોંધનીય છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાના ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક દાયકાથી શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આ અવસર માં દરેક વખતે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે છે ઓસવાળ સેન્ટર જેવું મોટું સ્થળ પણ ટૂંકું લાગવા લાગે એટલી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ની હાજરી રહેતી હોય છે આ આ વખતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી સંભાવના છે. બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રેષ્ઠ ગણપતિ સ્પર્ધા ના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પરંપરાગત રીતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

- Advertisement -

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યુવાનો રક્તદાન કરે તથા ગણપતિ મહોત્સવ સ્પર્ધાના સન્માનના કાર્યક્રમમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આરંભથી અંત સુધી પોતાની અમૂલ્ય હાજરી આપીને પ્રસંગને દીપાવે તે માટે  ૭૮-જામનગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular