Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો શુભારંભ...

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

- Advertisement -

સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવની અનેરી ઉજવણી ચાલી રહેલ છે. સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનન વ્યાપક પ્રતિસાદ મળી રહેલ છે. ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા આ અભિયાનને સમર્થન કરી લોકોને અપીલ કરેલ છે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસખુ ભાઈ માંડવીયાના હસ્તે તિરંગાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ્ા રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી જેન્તીભાઈ ક્વાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, જિલ્લાના તમામ મંડલોના પ્રમખુ-મહામંત્રીઓ, જિલ્લાના હોદેદારો સહિત મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસગે રાષ્ટ્રગાન કરવામાં આવલે તથા કાર્યકરોએ વંદે માતરમના ગગનચૂંબી નાદ સાથે દેશભક્તિનું વાતાવરણ બનાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular