Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્રીય બજેટ તમામ વર્ગ માટે નિરાશાજનક : જામનગર ‘આપ’

કેન્દ્રીય બજેટ તમામ વર્ગ માટે નિરાશાજનક : જામનગર ‘આપ’

- Advertisement -

જામનગર શહેર-જીલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પ્રકાશ દોંગા, શહેર પ્રમુખ કરશન કરમુર, ઉપપ્રમુખ આશિષ કંટારિયા, પ્રવિણ ચનીયારા, સુખુભા જાડેજા, આશિષ સોજીત્રા, પ્રદેશના મંત્રી દુર્ગેશ ગડલીંગ, દયાબેન પરમાર વગેરે આપના આગેવાનોએ હાલમાં નાણામંત્રી દ્વારા રજુ થયેલ કેન્દ્રીય બજેટને ખુબ જ નિરાશાજનક ગણાવ્યું છે.

- Advertisement -

જામનગર આમ આદમી પાર્ટીના આગેવાનોએ બજેટ અંગે સયુંકત પ્રતિભાવમાં જણાવ્યું છે કે, નાણામંત્રી દ્વારા વર્ષ : 20રર-23નું જે બજેટ રજુ કરવામાં આવ્યું છે, તે મઘ્યમ વર્ગ, ગરીબ લોકો, ખેડુતો, વેપારીભાઈઓ વગેરે માટે નિરાશા સિવાય બીજું કશું લાવ્યું નથી અને માત્ર એક પરંપર પુરી કરવા માટેનું બજેટ રજુ થયું હોય તેવું લાગે છે.

બજેટમાં ઘણા મોટા અંદાજો અને સપનાઓની લાણી થઈ છે, પરંતુ નાણામંત્રીએ તે જોવું જોઈએ કે, અગાઉની જેમ અંદાજપત્રના ઘણાં અંદાજો ખોટા પણ પડતા હોય છે. આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે, ઘણાં વર્ગને નિરાશ કરતું આ બજેટ છે, જે લોકો નિવૃત જીવન જીવતા હોય, કોઈનો આશરો ના હોય માત્ર નિવૃતિના લાભ અને રોકાણમાંથી ઘર ચલાવતા હોય, એવા સિનિયર સીટીઝનની લાભની આશાઓ આ બજેટમાં ઠગારી નીવડી છે.

- Advertisement -

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ વાર્યો એટલે હવે મ્યુચ્યુઅલ ફંડ કે 519 આકર્ષણ ગુમાવશે. તદઉપરાંત સિનિયર સીટીઝન અને ગર્ભવતી મહિલાઓને રેલ્વે બજેટમાં ડીસ્કાઉન્ટ કે રીબેટ ચાર્જીસમાં કોઈ રાહત ન મળી. મઘ્યમવર્ગને ટેક્ષ સ્લેબમાં રાહતની મોટી આશા હતી પણ તે આશા સાવ ઠગારી નિવડી.

શિક્ષણ ખુબ મોઘું છે તેમાં કોઈ રાહત નથી, જેમ હાઉસિંગ લોનના વ્યાજમાં, ઈન્કમટેક્ષમાં રાહત છે. તેમ હાઈયર એજયુકેશન લોનના વ્યાજદરમાં પણ રાહત અથવા સબસીડી આપવી જોઈએ. ડીજીટલ વ્યવહારોને ટેક્ષના દાયરામાં લાવી મોટી આવક સરકાર ઉભી કરશે એટલે ઓનલાઈન ટ્રાન્ઝેકશન પણ હવે મોંઘા પડશે.

- Advertisement -

ખેડુતો માટે પણ કાંઈ જ આશા જગાવનારું પગલું આ બજેટમાં દેખાતું નથી. તદઉપરાંત 60 લાખ નોકરીની વાત પણ આ બજેટમાં કરાઈ છે, પણ આ સરકારના ભૂતકાળના 7 વર્ષ જોતા તે પણ વાસ્તવિકતા સુધી પહોચશે તેવું લાગતું નથી. મોઘવારી, બેરોજગારી વગેરેથી ત્રસ્ત મઘ્યમવર્ગ, ખેડૂત કે વેપારીવર્ગને આ બજેટમાં નિરાશા સિવાય કાંઈ નથી. અંતમાં ‘આપ’ના આગેવાનોએ જણાવ્યું કે, તમામ વર્ગ માટે અને સામાન્ય જનતા માટે આ બજેટ નિરાશાજનક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular