Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બસ ડેપોમાંથી બિનવારસુ બેગ મળી આવી...!

જામનગરના બસ ડેપોમાંથી બિનવારસુ બેગ મળી આવી…!

- Advertisement -

જામનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં પ્લેટ ફોર્મ નંબર 5/6માં સિમેન્ટના બાંકડા નીચેથી બિનવારસુ મળેલી બેગની તલાસી લેતા તેમાંથી રૂા.5000 ની કિંમતની 10 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં સત્યમ કોલોની પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં આવેલા પ્લેટફોર્મ નંબર 5/6 વચ્ચે રહેલા સિમેન્ટના બાંકડા નીચે કાળા કલરની બેગ બિનવારસુ મળી આવી હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ આઈ.આઈ.નોયડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થળ પર પડેલી બિનવારસુ કાળા કલરની બેગની ખોલીને તલાસી લેતા તેમાંથી રૂા.5000 ની કિંમતની 10 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા અને તેમાંથી વીજ વપરાશના બીલ તથા નાણાં ભર્યાની પહોંચી મળી આવતા પોલીસે આ પહોંચધારકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરમાં સત્યમ કોલોની પાસે આવેલા રોડ પરથી પસાર થતા અતુલ મહેશ ઠાકેરા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular