ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આ માર્ગ પર જઈ રહેલા આશરે 45 વર્ષના અજાણ્યા યુવાનને અડફેટે લેતા આ યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત બાદ આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના રસિકલાલ ઓચ્છવલાલ મપારા (ઉ.વ. 58, રહે. જલારામ નગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338 તથા 304 (અ) અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.