લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા યુવકની પતરાની કેબિન તોડી તેમજ જ્વલંતશિલ પદાર્થ નાખી અજાણ્યા શખ્સોએ સળગાવી નાખ્યાના બનાવમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામમાં જસાપર રોડ પર આવેલી કેવલ લાખાભાઈ ખવા નામના યુવકની કેબિનનું બુધવારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ પતરુ તોડી કેબિનમાં પ્રવેશી જ્વલંતશિલ પદાર્થ રેડી અને આગ ચાંપી હતી. આ આગમાં યુવકની કેબિનમાં રહેલી ચીજવસ્તુઓ સળગીને ખાક થઈ ગઈ હતી. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મોડપરમાં અજ્ઞાત શખ્સોએ કેબિનને આગ ચાંપી સામાન સળગાવ્યો
કેબિનનું પતરૂં તોડી સામાન સળગાવ્યો : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ