દેશમાં ગત વર્ષની તુલના આ વર્ષે નવેમ્બર મહિનામાં બેરોજગારી દર અનેક રાજયોમાં મોટા પ્રમાણમાં વધ્યો છે. આંકડા અનુસાર 10 રાજયોમાં બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. ગત વર્ષે અર્થાત 2020માં નવેમ્બરમાં બેરોજગારી જયાં 6.5 ટકા હતો ત્યાં આ વર્ષે નવેમ્બરમાં તે વધીને 7 ટકા થઈ ગયો છે. એમાંથી 8 રાજયોમાં આ દર બેવડા આંકડામાં અર્થાત 10 ટકાથી વધુ છે. જયારે મોટા રાજયોમાં ઉતરપ્રદેશમાં બેરોજગારી ગત વર્ષના મુકાબલે ઘટી છે. સેન્ટર ફોર મોનેટરીંગ ઈન્ડીયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા અનુસાર દેશભરમાં હરિયાણા બેરોજગારીમાં સૌથી ઉપર છે.
અહી તેનો દર 29 ટકા છે. જયારે જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં બેરોજગારી દર 20 ટકાથી ઉપર છે. આ સાથે જ બિહાર, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ગોવા અને ઝારખંડમાં આ દર 10થી15 ટકા વચ્ચે છે. કેરળમાં પણ બેરોજગારી વધુ નવેમ્બરમાં દિલ્હી અને કેરલમાં પણ બેરોજગારી રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. તેમાં ગોવાને બાદ કરતા બધા રાજયોમાં બેરોજગારી ગત વર્ષ નવેમ્બરથી વધી છે. નવેમ્બરમાં કવોલિટી જોબ્સ પર અસર પડી છે.