ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-17 અને ઓપન વયજૂથની બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધાનો તા.16/05/2022 થી તા.22/05/2022 દરમ્યાન કનકેશ્વરી સ્પોર્ટ્સ એકેડમી,રણજીત સાગર ડેમ પાસે,નારાણપર,સમાણા રોડ,જામનગર ખાતે શુભારંભ કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લા તથા મહાનગરની ટીમના ખેલાડીઓ ભાગ લેવા જામનગર આવેલ છે. આ સ્પર્ધા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ,મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી કૈલા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ છે. જેમાં જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા,એસ.એ.જી.ના નોડલ અધિકારીશ્રી હેમાંગીની ગોર ઉપસ્થિત રહ્યા હતા.