દશા શ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી)ની વર્ષ 2022 થી 2024ના પ્રમુખ સહિતના હોદેદારો તેમજ કારોબારી સભ્યોની બિનહરીફ વરણી થઇ હતી. આ વરણીને સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્ષ 2022 થી 2024 માટે દશા શ્રીમાળી વણિક મંડળ (કામદારવાડી)ના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રમોદભાઇ ભગવાનજી કોઠારી, ઉપપ્રમુખ તરીકે સુશિલભાઇ શાંતિલાલ કામદાર, મંત્રી તરીકે સંજયભાઇ મનસુખલાલ ટોલિયા, ખજાનચી તરીકે પંકજભાઇ વાધર, સહમંત્રી તરીકે અજયભાઇ રમણિકલાલ શેઠ, ઓડિટર તરીકે રાજુભાઇ કામદાર તથા કારોબારી સભ્યો તરીકે શામળશા ઉદાણી, જીજ્ઞેશભાઇ શાહ, જયેશભાઇ પતિરા, સુનિલભાઇ કોઠારી, પુનિતભાઇ શેઠ, કૌશિકભાઇ ટોલિયા તથા નિશાંતભાઇ પારેખની વરણી કરાઇ છે.
આ બિનહરીફ વરણી કરવા માટે સંસ્થાના હિતમાં ચૂંટણી ન થાય અને સંસ્થામાં પરિવારભાવ જળવાઇ રહે તે હેતુથી સંસ્થાના સભ્યો દ્વારા સર્વાંનુમત્તે એક સિલેકશન કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં નિલેશભાઇ કગથરા, ધીરુભાઇ શેઠ, કુશભાઇ ઉદાણી, બિપીનભાઇ વાધર, નિલેશભાઇ ઉદાણીની વરણી કરવામાં આવી હતી. આ સિલેકશન કમિટીના નિર્ણયને તમામ લોકોએ આવકારી અને નવી જાહેર થયેલ ટીમને શુભકામનાઓ પાઠવી હતી. સંસ્થામાં છેલ્લા 20 વર્ષથી બિનહરીફ પસંદગીની પરંપરા સિલેકશન કમિટીની મહેનતથી જળવાઇ રહી છે. જેનો સંસ્થાએ આભાર માન્યો હતો.
આ તકે સંસ્થાના આગેવાનો પૂર્વપ્રમુખ હસમુખભાઇ શાહ (ગટુભાઇ), ડો. બિપીનભાઇ સંઘવી, પ્રકાશભાઇ દોશી, એડવોકેટ મહેશભાઇ પારેખ, પ્રો. વાય.સી. મહેતા, શૈલેષભાઇ શેઠ, ડો. કલ્પનાબેન ખંઢેરીયા, દિલીપભાઇ જસાણી, કિરીટભાઇ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.