Sunday, January 11, 2026
Homeરાજ્યમીઠાપુર નજીક સાંપડયા બિનવારસુ કાર્ટેજ

મીઠાપુર નજીક સાંપડયા બિનવારસુ કાર્ટેજ

એસ.ઓ.જી. પોલીસ દ્વારા તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાંથી ગત રાત્રે એક જાહેર વિસ્તારમાંથી એસ.ઓ.જી. પોલીસને 39 કાર્ટેજ મળી આવ્યા હતા. તે સંદર્ભે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ મુદ્દે વિગતો આપતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં ચાલી રહેલા સાગર સુરક્ષા કવચ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે સોમવારે રાત્રે એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં આવેલા નેતરના પુલ પાસે કેટલાક કાર્ટેજ પડયા હોવાથી એસઓજી સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરી કરતા 39 કાર્ટેજ આ સ્થળેથી મળી આવ્યા હતા.
સંભવતઃ સરકારી સંગઠનના મનાતા આ 39 કાર્ટેજ પૈકી કેટલાક યુઝડ (એમ્ટી સેલ) હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે એસ.ઓ.જી. પોલીસે મીઠાપુર પોલીસ મથકમાં જરૂરી નોંધ કરાવી, આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular