ભારતીય ક્રિકેટ ટીમમાં એ ખેલાડીઓને મોકો મળે છે જે ડોમેર્ટિક ક્રિકેટમાં એટલે કે રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરે છે. તેની સાથોસાથ ખેલાડીના આઇપીએલના દેખાવને પણ ઘ્યાને લેવામા આવે છે. વર્ષ 2019-20ની રણજી ટ્રોફી સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમ તેના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.
સૌરાષ્ટ્રની આ સફળતામાં તેના સુકાની જયદેવ ઉનડક્ટનો સિંહ ફાળો હતો. તેણે એક સિઝનમાં 67 વિકેટ લઈને રાષ્ટ્રીય વિક્રમની ખરાબરી કરી હતી. તેના આવા જબરદરત અને અદભુત દેખાવ છતા પસંદગીકારોએ ઇંગ્લેન્ડના પ્રવાસમા તેને નજરઅંદાજ કર્યો છે. સૌરાષ્ટ્રના આ પ્રતિભાશાળીે, મીડિમમ પેસર ઉનડકટ હાલ 29 વર્ષના છે પણ પસંદગીકારોના મતે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે તે હવે બુઢો થઈ ગથો છે.
આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના કોચ અને પૂર્વ ખેલાડી કરશન ઘાવરીએ કર્યો છે. ઘાવરી કહે છે કે જયદેવ ઉનડકટ સંદર્ભ મારી બીસીસીઆઇના પસંદગીકારો સાથે વાતચીત ઘઈ હતી ત્યારે એક પસંદગીકારે મન કહ્યું કે બાર્ડ હવે તેનાં નામ પર વિચાર નહીં કરે. તેની હવે ટીમમા ક્યારયે પણ પસંદગી થશે નહીં. ઘાવરીએવધુમાં જણાવ્યું કે 2019-20ના રણજી ટ્રોફી ફાઇનલ દરમિયાન મેં એક પસંદગીકારને પૂછયું હતું. કેજો કોઈ બોલર સિઝનમાં 60થી વધુ વિકટ લે અને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડે તો ઓછામાં આછો તેને ઇન્ડિયા એ ટીમમાં તો પસંદ કરવો જોઈએ કે નહીં ? ત્યારે મને એ પસંદગીકારે જવાબ આપ્યો કે કરશનભાઈ તે હવે ભારતીય ટીમમા ક્યારેય પસંદ નહીં થાય. અમે લોકો 30 આસપાસ પહોંચેલા ખેલાડી પર વિચાર કરતા નથી. ધાવરી કહે છે કે, મેં એ પસંદગીકારને કહ્યું કે તે (ઉનડકટ) આટલી વિકેટ લઈ રહ્યો છે તો વાધો શું છે. તો જવાબ આપ્યો કે તે 32-33 વર્ષનો થઈ ગયા છે. ઉંમરને લીધે તેની કેરિયર પૂરી થઈ ગઈ છે. ભારત તરફથી તેના રમવા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે: અમે બુઢા ખેલાડીઓની પસંદગી કરતા નથી. અમે 21, 22 કે 23 વર્ષના ખેલાડીઓ પર દાવ લગાવીએ છીએ જે ભારત માટે આવતા 8-10 વર્ષ રમી શકે અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, જયદેવ ઉનડકટ ભારત તરફથી એક ટેસ્ટ મેચ રમ્યો છે. તેણેે ડિસમ્બર-2010મા સાઉથ આફ્રિકા વિરૂધધ સેન્ચૂરિયનમા ડેબ્યુૂ કર્યું હતુ, જો કે તેને એક પણ વિકેટ પ્રાપ્ત થઈ ન હતી. ભારત તરફથી તેણેે 7 વન -ડે માં 8 વિકેટ અને 10 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 14 વિકેટપ્રાપ્ત કરી છે. જયદેવ ઉનડક્ટના નામે 89, પ્રથમ શ્રેણીના ક્રિકેટ મેચમાં 32 વિકેટ છે. આઇપીએલમા તેણે 84 મેચમાં 85 વિકેટ લીધી છે.
સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમનો પૂર્વ કેપ્ટન અને ભારતીય એ ટીમનો કોચ સિંતાશુ કોટક પણ તેના સમયમાં પસંદગીકારોના ખોટા નજરિયાનો ભોગ બન્યો હતો. આથી કોટક ટેસ્ટ પદાર્પણથી વંચિત રહી ગયો હતો.સિતાંશુ કોટકની બેટિંગ શલી ધ વોલ રાહુલ દ્રવિડ પ્રકારની હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે મેરેથોન ઇનિંગનો બાદશાહ ગણાતો હતો. સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમતા તેની ઇરાની ટ્રોફીમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમમાં પસંદગી થઇ હતી. આ મેચમાં કોટકે રણજી ટ્રોફી ચેમ્5િયન કર્ણાટકની ટીમ વિરૂધ્ધ લડાયક સદી ફટકારીને પસંદગીકારોનું ધ્યાન ખેચ્યું હતું. કોટકની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. કોટકની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી નિશ્ર્ચિત મનાતી હતી પણ તેને તક મળી નહીં. બાદમાં પસંદગી સમિતિના તે વખતના ચેરમેન ચંદુ બોરડેએ સ્વીકાર્યું કે મને એવી માહિતી મળી હતી કે સિંતાશુ કોટક તો 32-33 વર્ષનો થઇ ગયો છે. આથી અમે તેને નજરઅંદાજ કર્યો. જો કે એ સમયે કોટક 27 કે 28 વર્ષનો જ હતો.