ભારતના ઝડપી બોલર ઉમેશ યાદવે લંડનના ઓવલમાં નવો કીર્તિમાન રચ્યો હતો. ઓવલમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલા ચોથા ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પુરી કરી હતી. આ સાથેજ ટેસ્ટ ક્રિકેટમાં 150 વિકેટ લેનારો છઠ્ઠો ઝડપી બોલર બન્યો છે. યાદવે નાઈટવોચમેન ક્રેગ ઓવરટનને બીજા દિવસે બીજી ઓવરમાં એક રને આઉટ કરીને 150 વિકેટ પુરી કરી હતી. આ સાથે જ ઉમેશે ભારતના પુર્વ ઝડપી બોલર ઝહીર ખાનની બરાબરી કરી લીધી છે.
ઝહીર ખાને 49 ટેસ્ટમાં 150 વિકેટ લીધી છે. ભારત તરફથી સૌથી ઝડપી 150 વિકેટ લેનારા ઝડપી બોલરમાં કપિલ દેવનું નામ શિર્ષ સ્થાને છે. ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલદેવે 39 મેચમાં 150 વિકેટ પુરી કરી હતી.ત્યારબાદ શ્રીનાથે 40 ટેસ્ટમાં, શમીએ 42 ટેસ્ટમાં 150 વિક્ટ લીધી છે. ઈશાન્ત શર્માએ ભારત માટે 54 ટેસ્ટ મેચમાં 150 વિક્ટ લીધી છે. યાદવને 150 વિકેટ માટે બે વિક્ટની જરૂર હતી. જમાં પહેલા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને શિકાર બનાથો હતો.