Saturday, January 10, 2026
Homeરાજ્યગુજરાતધસમસતા પાણીના પ્રવાહમાં બે યુવકો બાઈક લઈને જતા તણાયા, જુઓ VIDEO

ધસમસતા પાણીના પ્રવાહમાં બે યુવકો બાઈક લઈને જતા તણાયા, જુઓ VIDEO

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. અને અનેક જગ્યાએ પાણી ભરાયા છે. છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પરિણામે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પંથકમાં ધોધમાર વરસાદના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમલવાંટ ખાતે કોતરમાં પાણી ભરાયુ હોવા છતાં બે યુવકો જીવના જોખમે બાઈક લઇને કોતર માંથી પસાર થતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા જેનો વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -

બાઇક ધસમસતા પાણીમાં ખેંચાવા લાગતા સ્થાનિક લોકોએ બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. અને બાઇક ચાલક તેમજ અન્ય યુવકોનો આબાદ બચાવ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular