Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકાના વડાલીયા સિંહણ ગામમાં આવેલ તળાવમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યા

દ્વારકાના વડાલીયા સિંહણ ગામમાં આવેલ તળાવમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યા

એકનું મૃત્યુ, એકનો બચાવ

ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા વિદ્યાર્થી યુવાનનું તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ હતું.     

- Advertisement -

આ કરૂણ બનાવની વિગત મુજબ ખંભાળિયા- જામનગર હાઈ-વે પર આવેલા વડાલીયા સિંહણ ગામે રહેતો અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિનોદ ખીમજીભાઈ ડગરા નામનો 19 વર્ષનો યુવાન આજરોજ બપોરે આશરે અઢી વાગે વડાલીયા સિંહણ ગામે આવેલા તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો.   

આ યુવાનને તરતા આવડતું ન હોવાથી આશરે 15 થી 20 ફૂટ જેટલું પાણી ભરેલા આ તળાવમાં તે ડૂબવા લાગ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીમાં લાપતા બની ગયેલા વિનોદ ડગરાનો નિષ્પ્રાણ દેહ આશરે દોઢેક કલાકની જહેમત બાદ પાણીમાંથી કાઢવામાં આવ્યો હતો.     

- Advertisement -

મૃતક વિનોદના પિતા બહાર ગામ ગયા હતા અને માતા પુત્ર ઘરે હતા. જેથી બપોરે તળાવમાં નહાવા ગયેલા યુવાન સાથે આ કરુણાંતિકા સર્જાઇ હોવાની જાણ મૃતકના પિતા ખીમજીભાઈ ડાયાભાઈ ડગરાએ અહીંની પોલીસને કરી છે.     

આશાસ્પદ યુવાનના અકાળે મૃત્યુ થવાના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોક સાથે નાના એવા વડાલીયા સિંહણ ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular