Friday, January 16, 2026
Homeરાજ્યબેટ દ્વારકાની હાજી કિરમાણીની દરગાહ પાસે બે યુવાનો ડૂબ્યા

બેટ દ્વારકાની હાજી કિરમાણીની દરગાહ પાસે બે યુવાનો ડૂબ્યા

એક મૃતદેહ સાંપડ્યો : અન્ય એકની શોધખોળ

પ્રખ્યાત યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત હાજી કીરમાણીની દરગાહ પાસે આજે સવારે બે યુવાન દરિયામાં કોઇ કારણોસર ખાબક્યા બાદ દરિયામાં ડુબી ગયા હતા. આથી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા બપોરના સમયે એક યુવાનનો મૃતદેહ દરીયામાંથી મળી આવ્યો હતો. જ્યારે સાંજ સુધી બીજા યુવાનનો પત્તો લાગ્યો ન હતો. બંને યુવાન જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા પાસેની હાજી કીરમાણીની દરગાહ પાસે આવેલા દરિયામાં આજે સવારના સમયે જામનગરમાં રહેતા મહંમદ હમજા તથા અમેજ પટ્ટણી નામના બે યુવાનો દર્શન કરવા આવ્યા બાદ કોઇ કારણોસર દરિયામાં ડૂબી ગયા હતા. આથી આ સ્થળે હાજર લોકોએ બન્નેને બચાવવા માટે સધન પ્રયાસો હાથ ધર્યા હતા. તેમ છતાં બન્ને યુવાનો દરિયાના વિશાળ મોજામાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી આજે બપોરે મહંમદ હમજા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ બીજા યુવાન અમેજ પટ્ટણીનો મોડી સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular