કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં માવતરે આવેલી યુવતી ઘરેથી ચાલી જતાં પોલીસ દ્વારા લાપતા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં ખેતમજૂરી કરતા યુવાનની પુત્રી કોલેજ જવાનું કહીને લાપતા થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં માવતરે રોકાવવા આવેલી દિપ્તી ગત તા.5 ના રોજ મધ્યરાત્રિના સમયે તેણીના માવતરે પલંગ ઉપર સુવા નહીં મળતા તેની માતા સાથે પ્રવિણાબેને પતિ વલ્લભભાઈ વીરાણીને જાણ કરી હતી અને ત્યારબાદ દંપતીએ સવા પાંચ ફૂટ ઉંચાઈ અને લમ્બગોળ મોઢુ ધરાવતી કથળ કલરનું ટીશર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ સ્વરૂપવાન યુવતી અંગે તેણીના સાસરિયામાં અને આજુબાજુમાં તથા સગા વ્હાલાઓમાં પૂછપરછ કરી હતી પરંતુ, દિપ્તીનો પતો લાગ્યો ન હતો. તેમજ ગામમાં રહેતો મોસીન નામનો શખ્સ પણ હાજર ન હતો અને મોસીનનો મોબાઇલ પણ સ્વીચઓફ આવતો હોય જેથી મોસીન સાથે ચાલી ગઈ હોવાની શંકાના આધારે યુવતીના પિતાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી હતી અને કોઇને જાણ થાય તો 02894 222033 નંબર પર જાણ કરવા હેકો વી. વી. છૈયાની યાદીમાં જણાવાયું હતું.
બીજો બનાવ, કાલાવડ તાલુકના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતમજુરી કરતા વજુભાઈ બીજલભાઇ સોંદરવા નામના યુવાનની પુત્રી સ્વાતિ સોંદરવા (ઉ.વ.19) નામની યુવતી ગત તા.28 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે કોલેજ જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પુત્રી સ્વાતિના મોબાઇલ નં.89847 84841 ઉપર માતા-પિતા દ્વારા ફોન કરાતા મોબાઇલ સ્વીચ ઓફ હોવાથી આજુબાજુમાં તથા પાડોશમાં અને સગા-વ્હાલાઓમાં સ્વાતિની તપાસ કરવામાં આવતા સ્વાતિનો પત્તો લાગ્યો ન હતો અને સ્વાતિ વજુભાઈના સાળા વિનોદ બાજકનો સાળો રવિ મેઘા રેવડ નામનો શખ્સ સ્વાતિને ભગાડી ગયો હોવાની શંકા જવાથી રવિનો ફોન પણ સ્વીચઓફ આવતો હતો અને તેના બનેવી વિનોદને પૂછપરછ કરતા રવિ હાલ ઘરેથી કયાંક જતો રહ્યો હોવાનું જણાવતા આખરે વજુભાઈ એ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો વી. વી. છૈયા તથા સ્ટાફે પાંચ ફૂટની ઉંચાઈ અને ગોળ મોઢુ ધરાવતી સ્વરૂપવાન સ્વાતિ કોફી કલરનું ટી-શર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને લાપતા થઈ હોવાથી સ્વાતિ અંગેની કોઇ વિગતો મળે તો કાલાવડ ગ્રામ્ય 02894 222033 નંબર પર જાણ કરવા હેકો વી.વી.છૈયાની યાદીમાં જણાવાયું હતું.