Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટનના કેસમાં બે વર્ષની સજા

ચેક રિર્ટનના કેસમાં બે વર્ષની સજા

ચેક મુજબની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવવા અદાલતનો હુકમ : આરોપી દંડની રકમ ન ભરે તો ચાર માસની સાદી કેદની સજા

- Advertisement -

જામનગરમાં સબંધના દાવે રૂ.5,00,000 મેળવી આ રકમનો બે ચુકવણી પેટે આપેલા બન્ને ચેકો સિગ્નેચર મિસમેચ શેરા સાથે પરત ફરતા આરોપીને બે વર્ષની સજા તથા ચેકો મુજબની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો આરોપીને જામનગર કોર્ટે હુકમ કર્યો છે.

- Advertisement -

જામનગરના મનીષ ભુપતભાઇ શિયાળએ જામનગરના વિજયભાઇ હરીશભાઇ નાખવા પાસેથી મિત્રતાના સબંધેે હાથ ઉછીના રૂા.5,00,000 માંગણી કરતા ફરીયાદીએ મિત્રતાના સંબંધના દાવે આરોપીને રૂ.5,00,000 આપેલ હતાં. આ લેણી રકમ પેટે આરોપી મનીષ ભુપતભાઇ શિયાળએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા શાખાના કુલ બે ચેકો આપ્યા હતાં. આ ચેકો બેંકમાં પાકતી મુદતે જમા કરાવતા તે લેણી રકમના બન્ને ચેકો સિગ્નેચર મિસમેચના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ આરોપી ઉપર જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ જામનગરના એડી.ચીફ.જ્યુડી.મેજી. આર.બી. ગોસાઇની કોર્ટમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનુ મૂલ્યાકંન કરી ફરીયાદીના વકીલ રાજેશ એમ. કનખરાની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી મનીષ ભુપતભાઇ શિયાળને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્ુમેન્ટ એકટની કલમ 138, ગુના મુજબ બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકો મુજબની રકમનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા અને આરોપી દંડની રકમ ચુકવી આપવામાં કશુર કરે તો વધુ 4 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે. આ કામના આરોપી તરફે એડવોકેટ રાજેશ એમ. કનખરા તેમજ ભાવિક એ. નાખવા તથા યશ એચ. કટારમલ રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular