Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરટેન્કર ભાડાનો ચેક પરત ફરતા ચેક આપનારને બે વર્ષની જેલ સજા

ટેન્કર ભાડાનો ચેક પરત ફરતા ચેક આપનારને બે વર્ષની જેલ સજા

- Advertisement -

કોન્ટ્રાકટરને પેમેન્ટ ચૂકવણી માટે આપવામાં આવેલો ચેક પરત ફરતા અદાલતે ચેક આપનાર સામે સખ્ત વલણ અખત્યાર કરી ચેકથી ડબલ રકમનો દંડ અને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.

- Advertisement -

કેસ ની પ્રાપ્ત વિગતો અનુસાર, રિલાયન્સમાં કોન્ટ્રાકટર રાખતા મુકેશભાઈ પ્રવિણચંદ્ર પાસેથી અજય જાડેજા એન્ટરપ્રાઈઝના માલિક અજય જાડેજાએ ટેન્કર ભાડે રાખ્યું હતું. આ ટેન્કરના ભાડાની રકમ રૂા.3,50,000 ની ચૂકવણી માટે અજય જાડેજાએ મુકેશભાઇને ચેક આપ્યો હતો પરંતુ, અજયભાઈના એકાઉન્ટમાં અપર્યાપ્ત ભંડોળને કારણે ચેક પરત ફર્યો હતો. આથી મુકેશભાઈએ પોતાના વકીલ મારફત અજય જાડેજાને નોટિસ ફટકારી હતી. જેનો કોઇ જવાબ નહીં આપતા તેમજ બાકી રકમની ચૂકવણું પણ નહીં કરતા મુકેશભાઈએ નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટ હેઠળ જામનગરની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જે અંગે થયેલી સુનાવણી તેમજ રજૂ થયેલા આધાર-પૂરાવાઓને ધ્યાનમાં લઇ આરોપી અજય જાડેજા પોતાની સામેની ફરિયાદ ખોટી હોવાનું સાબિત નહીં કરી શકતા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી બે વર્ષની સજા તેમજ રૂા.3,50,000 ની ડબલ રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો તેમજ જો દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી મુકેશભાઈ પ્રવિણચંદ્ર તરફથી વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા તથા નિતેશ મુછડિયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular