જામનગર શહેરમાં આજે સવારે કોરોના ઘાતક બનતા સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા બે વૃદ્ધ મહિલા દર્દીઓએ દમ તોડી દીધો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના આનંદ કોલોની શેરી નંબર -8 જૂની ડેન્ટલ હોસ્પિટલની પાછળના 70 વર્ષીય વૃદ્ધાની કોરોનાની સારવાર માટે જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. આ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 72 વર્ષના વૃધ્ધાનું પણ સવારે જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આજે સવારે એકીસાથે કોરોનાગ્રત બે મહિલા દર્દીઓના મૃત્યુને લઈને શહેરમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં કોરોનાથી કુલ પાંચ દર્દીઓના મૃત્યુને લઈને ભારે ફફડાટ મચી ગયો છે.