Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મહિલા સફાઇ કામદાર ઉપર બે મહિલાઓનો હુમલો

જામનગર શહેરમાં મહિલા સફાઇ કામદાર ઉપર બે મહિલાઓનો હુમલો

- Advertisement -

જામનગરના વોર્ડ નં.1ના અવેજી મહિલા સફાઇ કામદાર ઉપર બે મહિલાઓએ માર મારી જાતી વિશે હડધુત કરતા રાષ્ટ્રીય સફાઇ મજદુર યુની.ના પ્રમુખ અને સભ્યો સહિતનાએ પોલીસ સ્ટેશને મહિલાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબજામનગર મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ વોર્ડ નં 1 અવેજી મહિલા સફાઈ કામદાર જોશનાબેન નામના કમેચારી ઉપર બેડી નાં રહેવાસી બે બહેનો દ્વારા માર માર્યો અને જાતી વિષયક હડધુત કરયા હતાં. આ બનાવ અંગેની જાણ થતાં આજે બપોર બાદ વોર્ડ નં 1ના તમામ કર્મચારીઓએ કામગીરી બંધ કરી હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય સફાઈ મજદુર યુનિયનના પ્રમુખ મહેશ બાબરીયા,અમીત પરમાર, એસએસઆઇ રાજેશ વાધેલા, એસએસઆઇ શૈલેષ રાઠોડ અને હરીશ ચૌહાણ સહિતના સાથે ભોગ બનનાર મહિલાએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular