જામનગર જિલ્લા જેલના ગેઈટ પાસેથી થયેલી ચોરીના બનાવમાં સીટી એ ડીવીઝન પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા જેલના ગેઈટ નજીકના રોડ પરથી થયેલી ચોરીમાં બે શખ્સો સંડોવાયેલા હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે સુનિલ ઉર્ફે કાળી બીલ્લી વિનુ ચારોલીયા અને ચોચો રમેશ કાંજીયા નામના બે શખ્સોને આંતરી લીધા હતાં.
પોલીસે બંનેની તલાસી લેતા તેમની પાસેથી રૂા.3150 ની કિંમતના વાયરના ત્રણ બોકસ, રૂા.5000 ની કિંમતના વાયરના બે બોકસ, રૂા.4000ની કિંમતના ખુલ્લા ઇલેકટ્રીક વાયરના ચાર બોકસ, બે હજારની કિંમતના મોટરપંપ, 3000 ની કિંમતના સાત કિલો જૂના વાયર મળી કુલ રૂા.17,150 નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.