જામનગર શહેરમાં દુકાનોના શટર ઉચા કરી ચોરી કરતા બે શખ્સોને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ પાસેથી દબોચી લઇ પૂછપરછ દરમ્યાન આ બન્ને શખ્સોએ જામનગર હિમતનગર રોડ શ્રી ગણેશ જનરલ સ્ટોર તથા માધવ સ્નેક્સ નામની દુકાનના શટર ઉચા કરી રોકડા રૂપિયા 7000ની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે રોકડા રૂપિયા 7000 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં હિમતનગર રોડ શ્રી ગણેશ જનરલ સ્ટોર તથા માધવ સ્નેક્સ નામની દુકાનમાં થયેલ ચોરીના કેસમાં સીસીટીવી ફૂટેજ નિહાળતા બે શખ્સોની તસ્વીરોને આધારે પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને પી.આઈ કે.જે.ભોયેના માર્ગદશન મુજબ તથા પો.સ.ઇ સી.એમ.કાંટેલીયાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ પાસે થી વિજય રમેશ સોલંકી ( રહે. પુનીતનગર જામનગર) તથા લાલો સોમા ભીલ (રહે. પુનીતનગર જામનગર )નામના શખ્સોને રોકડ રૂપિયા 7000 સાથે ઝડપી લીધા હતા. તેમની પુછપરછ હાથ ધરતા જામનગર હિમતનગર રોડ શ્રી ગણેશ જનરલ સ્ટોર તથા માધવ સ્નેક્સ નામની દુકાનના શટર ઉચા કરી રોકડા રૂપિયા 7000ની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. જેને આધારે પોલીસે રોકડ કબજે કરી હતી. આરોપીના કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત કરવા કામગીરી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પી.આઈ કે.જે.ભોયે તથા પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયા, હે.કો. રવીરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દેવસુરભાઇ સાગઠીયા તથા કોન્સ. દેવેનભાઇ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.