જામનગર શહેરના દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ નીચે ત્રણ દિવસ પહેલાં શ્રમિક યુવાન પાસેથી મોબાઇલ અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની ચીલઝડપના બનાવમાં સીટી સી ડીવઝન પોલીસ સ્ટાફે બે તસ્કરોને ઝડપી લઇ મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ ઓવરબ્રીજ નીચેના રસ્તા પર મોબાઇલમાં વાતો કરતા શ્રમિક યુવાનના હાથમાંથી બે અજાણ્યા શખ્સોએ 10 હજારની કિંમતનો મોબાઇલ અને ગળામાં પહેરેલો રૂા.80 હજારની કિંમતનો સોનાના ચેઈનની ચીલઝડપના બનાવમાં તસ્કરો અંગેની હેકો યશપાલસિંહ જાડેજા, જાવેદ વજગોળ, પો.કો.હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, વી.એ. પરમાર, હેકો યશપાલસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, એન.બી. સદાદીયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા તથા સ્ટાફે હનુમાન ટેકરીથી સાત નાલા તરફના માર્ગ પર વોચ ગોઠવી પ્રકાશ શ્યામભાઈ કોળી, રાહુલ જીવણ ડાભી નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી રૂા.80 હજારની કિંમતનો 14 ગ્રામ 90 મીલીગ્રામ વજનનો સોનાના ચેઈનના બે કટકા અને એક રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ મળી આવતા કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.