જામનગરમાં ગુજરાતીવાડ માતમ પાસે જાહેરમાં વર્લીમટકાનાં આંકડા લખી જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.18180 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાં પાટણ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.16560 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગુજરાતીવાડ માતમ પાસે જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અબરાન સબીર ખુરેશી તથા અલ્ફાજ હનિફ ખુરેશી નામના બે શખ્સોને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા ઝડપી લધા હતાં અને રૂા.18180 ની રોકડ તથા વર્લીમટકાનું સાહિત્ય કબ્જે કર્યુ હતું.
બીજો દરોડો, જામજોધપુરમાં પાટણ ગામ જૂની પંચાયતની બાજુમાં રોડ ઉપર તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન કિશોર મનસુખ ડાભી, રમેશ જીતુ ગોહિલ, હરદાસ મુંજા ઓડેદરા, મુકેશ આંબા બારિયા, વિમલ પરશોતમ કુડેચા, રણછોડ છગન ડાભી તથા ધર્મેશ રાજા ઓડેદરા નામના સાત શખ્સોને રૂા.16560 ની રોકડ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.