Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડના વેપારીઓને રાજસ્થાનમાં લૂંટી લેનાર બે લૂંટારૂઓ ઝબ્બે

કાલાવડના વેપારીઓને રાજસ્થાનમાં લૂંટી લેનાર બે લૂંટારૂઓ ઝબ્બે

વેસ્ટ કપાસના વેચાણની લાલચ આપી અલવર બોલાવ્યા : ઓરડીમાં પૂરી માર મારી રૂા. 6.15 લાખની લૂંટ : લૂંટના માસ્ટરમાઇન્ડ સહિતના ચાર શખ્સોની સંડોવણી ખુલી : ઝડપાયેલા બે લૂંટારૂઓના રિમાન્ડ મેળવવા એલસીબી દ્વારા તજવીજ

- Advertisement -

કાલાવડ ગામમાં રહેતા વેસ્ટ કોટનના બે વેપારીઓને રાજસ્થાનના અલવર બોલાવી રૂા. 6.15 લાખની લૂંટ આચરનાર બે લૂંટારુઓનો એલસીબીની ટીમે અલવરથી દબોચી લઇ બાકીના ચાર લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દોઢ માસ અગાઉ કાલાવડ ગામમાં આવેલા ખોડીયાર પરામાં રહેતાં મૌલિક ડાયાભાઇ સાવલીયા અને તેનો મિત્ર ભાવેશભાઇ કપાસનો વેસ્ટ માલ વેચાણ કરવા માટે રાજસ્થાનના અલવર શહેરના શખ્સોએ બંને વેપારીઓને રાજસ્થાન બોલાવી પોલ્ટ્રી ફાર્મની ઓરડીમાં બોલેરો ગાડીમાં લઇ જઇ પૂર્વઆયોજિત કાવતરુ રચી, માર મારી 15000ની રોકડ તથા 2 લાખ અને 4 લાખ બે બેંક ખાતાઓમાંથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી રૂા. 6.15 લાખની લૂંટ આચરી હતી. આ લૂંટના બનાવનો ભેદ ઉકેલવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી.

દરમિયાન રાજસ્થાનના અલવર જિલ્લાના કિશનગજવાસના સાધુકા ગામમાં આવેલા પોલટ્રીફાર્મ પર તપાસ દરમિયાન એલસીબીની ટીમે પોલટ્રી ફાર્મના માલિક સેહરુનખાન સરીફખાન ધુપુખાન મેવ મુસ્લિમ (ઉ.વ.32) અને અરસદ અમીદખાન ભુરેખા મેવ મુસ્લિમ (ઉ.વ.31) નામના બે શખ્સો કાલાવડના બંને વેપારીઓને બોલેરોમાં પોલ્ટ્રી ફાર્મ ખાતે લઇ ગયા હતાં. જેની એલસીબીની ટીમે ધરપકડ કરી બંને પાસેથી રૂા. 3500ની રોકડ, 5000ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા. 8500ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. પૂછપરછ હાથ ધરતાં આ લૂંટના બનાવમાં મુસ્તકીમ હબીબખાન (રે. ખેરથલ-રાજસ્થાન), સમસુ (રે. ભાગુકીઘાડી ફાટક નં. 92-ખેરથલ-રાજસ્થાન), વસીમ હાકમદીન મેવ (રે. અલવર-રાજસ્થાન) ગુનાનો માસ્ટર માઇન્ડ નસીમ હનીફખાન મેવ (રે. સાતરસ, તા. ફિરોઝપુર, જિ. નુહ, હરિયાણા) નામના ચાર શખ્સોની સંડોવણી ખુલતાં એલસીબીની ટીમે માસ્ટર માઇન્ડ સહિતના ચાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી ઝડપાયેલા બે લૂંટારુઓની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular