ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલ ભારતીય ટીમમાં સામેલ બે ખેલાડીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. આ ખેલાડી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમ્યા બાદ 20 દિવસના બ્રેક પર હતા. અત્યારે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ લંડનમાં ભેગા થઇ ગયા છે ને હવે તમામ ડરહમ જશે.પોઝિટિવ આવ્યા બાદ ખેલાડીઓ ટીમ સાથે ડરહમની મુસાફરી કરશે નહીં.
બે ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે, જ્યારે અન્ય હજુ પણ આઇસોલેશનમાં છે, જે ઋષભ પંત છે. બન્ને ખેલાડીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ જ લાગ્યો છે. તમામ ખેલાડીઓને વેક્સિનનો બીજો ડોઝ ઈંગ્લેન્ડમાં જ અપાશે. ઋષભ પંત અત્યારે પોઝીટીવ છે જયારે અન્ય ખેલાડીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે તે કોણ છે એ હજુ સુધી BCCIએ ખુલાસો કર્યો નથી.
અત્યારે બન્ને ખેલાડીઓની તબિયત સ્વસ્થ છે અને બન્નેને ઠંડી લાગવી, ખાંસી જેવા હળવા લક્ષણો જોવા મળ્યા હતા. એક ખેલાડીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે જયારે બીજા ખેલાડીનો રીપોર્ટ 18જુલાઈના રોજ કરવામાં આવશે. નેગેટીવ આવ્યા બાદ તે પણ ટીમના કેમ્પ સાથે શામેલ થશે. અત્યારે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ લંડનમાં ભેગા થઇ ગયા છે ને હવે તમામ ડરહમ જશે. જે ખેલાડીઓ પોઝીટીવ છે તે નહી જાય.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 23 જૂનના રોજ રમાયા બાદ ખેલાડીઓ પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે. BCCI અધિકારીના જણાવ્યા મુજબ, ટીમના મોટા ભાગના ખેલાડીઓ લંડનની આસપાસ જ રહ્યા છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તમામ ખેલાડીઓને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અપાયો છે, હવે બીજો ડોઝ અપાશે.