જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 મા સંગમ ચોકમાંથી પસાર થતા વિજય રાજા બાંભવા અને અરજણ ભગત બંધિયા નામના બે શખ્સોને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4 હજારની કિંમતની દારૂની 8 બોટલ મળી આવતા પોલીસે રૂા.20 હજારની કિંમતની જીજે-10-સીબી-7763 નંબરની બાઈક અને દારૂની બોટલ મળી કુલ રૂા.24 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.