જામનગર શહેરમાં ગુલાબનગરના ઢાળિયા પાસેથી પસાર થતા એકટીવા ચાલકને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.30 હજારની કિંમતની દારૂની 60 બોટલો મળી આવતા પોલીસે 73 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર સાંઢીયા પુલ પાસેથી પસાર થતા જીજે-10-સીકયુ-2896 નંબરના એકટીવા બાઈકને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.30 હજારની કિંમતની દારૂની 60 બોટલો મળી આવતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે દારૂનો જથ્થો અને 40 હજારની એકટીવા તેમજ ત્રણ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.73000 નો મુદ્દામાલ કબ્જે કરી મિલન લવજી જાદવ અને મુળજી પ્રવિણ પરમાર નામના બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કુલદીપ ગઢવી નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે કુલદીપ ગઢવીની શોધખોળ આરંભી હતી.