Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડના વેરાડ નજીક કાર અને બાઈક અથડાતા બે વ્યક્તિના મોત

ભાણવડના વેરાડ નજીક કાર અને બાઈક અથડાતા બે વ્યક્તિના મોત

બાઇકસવાર બે યુવાનનના ઘટનાસ્થળે મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામ નજીક આજે સવારે પૂરઝડપે આવતી કાર અને બાઈક અથડાતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર બન્ને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામ નજીકથી શંકરભાઈ લખમણભાઈ મિણા અને મલુભાઈ મિણા નામના બે યુવાનો આજે સવારે તેની બાઈક પર વેરાડ પાસેથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી કાર અને બાઈક અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર બન્ને વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular