ખંભાળિયા શહેરના ધરારનગર વિસ્તારમાં આવેલા આશાપુરા ચોક ખાતે ગતરાત્રે એલસીબી પોલીસે વિદેશી દારૂની 81 બાટલી સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. આ કાર્યવાહીમાં માળી ગામના અન્ય એક શખ્સનું નામ પણ ખુલતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર પ્રકારને એલસીબી પોલીસ દ્વારા શરૂ થયેલી વિગત મુજબ જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા અને જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધરારનગર વિસ્તારમાં રહેતા ગઢવી આલા સાજણ કારીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી, રૂપિયા 32,400ની કિંમતની 82 બોટલ વિદેશી દારૂ તેમજ મોબાઇલ ફોન અને રોકડ રકમ રૂપિયા 35,900નો મુદ્દામાલ કબ્જે કરી, આલા સાજણ કારીયા અને અત્રે ચોખંડા રોડ પર રહેતા રમેશ ગોવિંદ વાઢેર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં માળી ગામના રહીશ દુલા લખમણ જામ નામના ગઢવી શખસનું નામ પણ ખુલતા ખંભાળિયા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ અને ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, અરજણભાઈ મારુ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.