Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના આમરામાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

જામનગર તાલુકાના આમરામાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

સીક્કા પોલીસે બાતમીના આધારે દબોચ્યા : 25 હજારની કિંમતની દારૂની બોટલો અને મોબાઇલ કબ્જે : જામનગર શહેરમાંથી બે બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે : રીક્ષા અને દારૂ કબ્જે

- Advertisement -

જામનગર તાલુકાના આમરા ગામમાંથી સીક્કા પોલીસે બે શખ્સોને રૂા.25 હજારની કિંમતની 50 બોટલ દારૂ અને એક ફોન સહિત 29 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પરથી રીક્ષામાં પસાર થતા શખ્સને દારૂની બે બોટલ અને રીક્ષા સાથે ઝડપી લીધો હતો. જામનગરના વિશ્રામ વાડી ચોકમાંથી પસાર થતા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસે દારૂના જથ્થા સાથે બે શખ્સો આવવાની એએસઆઈ જયરાજસિંહ જાડેજા અને પો.કો. જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી પીએસઆઇ વી.કે. ગઢવી, એએસઆઈ જયરાજસિંહ જાડેજા, પો.કો.સુધીરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી વર્ણન મુજબના પ્રવિણ અગન ભુરિયા (રહે. કાકડખીલા તા. ધાનપુર, જી. દાહોદ) અને વિકેશ પ્રતાપ ભુરિયા (રહે. કાકડખીલા તા. ધાનપુર, જી. દાહોદ) નામના બે શખ્સોની તલાસી લેતા તેમના પાસેથી રૂા.25 હજારની કિંમતની 50 બોટલ દારૂ અને રૂા.4 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.29 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર હર્ષદમીલની ચાલી પાસેથી જીજે-10-ટીડબલ્યુ-1954 નંબરના સીએનજી રીક્ષાચાલકને પોલીસે આંતરીને તલાસી લેતા રીક્ષામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ઉમર ખીરા નામના શખ્સની અટકાયત કરી દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.36 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 54 માં આવેલા વિશ્રામવાડી ચોકમાંથી પસાર થતા રાજેશ જેઠા મંગે નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે રાજેશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular