કલ્યાણપુર તાલુકાના ભોગાત ગમે ત્રણ રસ્તા નજીક સ્થાનિક પોલીસે કાળુભા ભૂપતસિંહ વાઢેર નામના એક શખ્સના મકાનમાં દરોડો પાડી, સ્થળેથી રૂપિયા 5,200ની કિંમતની 52 બોટલ ઇંગ્લિશ દારૂના નાના ચપલા તથા બે અધુરી ભરેલી બોટલ દારૂ કબજે કર્યો હતો. આ સ્થળેથી પોલીસે ઈરફાન ઉર્ફે ગની ઓસમાણ રાનીયા અને સહદેવસિંહ દીલુંભા વાઢેર નામના બે શખ્સોની અટકાયત કરી, રૂ. દોઢ લાખની કિંમતની ઇકો કાર તથા રૂા.1.80 લાખની કિંમતના પાંચ નંગ મોટરસાયકલ મળી, કુલ રૂા.3,36,670 ના મુદ્દામાલ સાથે ઈરફાન અને સહદેવસિંહની અટકાયત કરી હતી.
આ દરોડા દરમિયાન મકાનમાલિક ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભા ભૂપતસિંહ વાઢેર, બળદેવસિંહ ભીખુભા વાઢેર, ખોડુભા હેમુભા વાઢેર, જીતેન્દ્રસિંહ વાઢેર, રણજીતસિંહ મહોબતસિંહ વાઢેર, નવુભા બચુભા વાઢેર અને નાથુભા લખુભા વાઢેર નામના સાત શખ્સોના નામ ખુલ્યા પામ્યા છે. જેથી કલ્યાણપુર પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુરમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
રૂા. 3.37 લાખનો મુદ્દામાલ કબજે : અન્ય સાત શખ્સોના નામ ખુલ્યા