જામનગર સીટી-બી ડિવિઝને નાગેશ્ર્વર ગાયત્રી મંદિર સામે રહેણાંક મકાનમાંથી રૂપિયા 17,000ની કિંમતના 850 લિટર દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગરમાં નાગેશ્ર્વર ગાયત્રી મંદિર સામે વિશાલ વિનોદ બારિયા નામના શખ્સે તેના રહેણાંક મકાનમાં દેશી દારૂનો વિશાળ જથ્થો રાખ્યો હોવાની સીટી-બીના હેકો. રવિરાજસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, હરદિપભાઇ બારડને મળેલ બાતમીના આધારે રેઇડ દરમ્યાન વિશાલ વિનોદભાઇ બારીયા તથા વિજય સુખાભાઇ મકવાણા નામના બે શખ્સોને રૂા.17000ની કિંમતના 850 લિટર દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને દારૂ સપ્લાય કરનાર કિશન ગુજરાતીની શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી સીટી-બીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ભોયે તથા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ સીએમ કાંટેલીયા, એએસઆઇ હિતેશભાઇ ચાવડા હેકો રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા,સ ંજયભાઇ પરમાર, હિતેશભાઇ સાગઠિયા દ્વારા કરવામાં આવી હતી.