Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુર ગામમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા

જામજોધપુર ગામમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા

સુભાષ રોડ પરથી રૂા.11940 ના મુદ્દામાલ સાથે શખ્સ ઝબ્બે : બસ સ્ટેન્ડ સામેથી રસનો ચીચોડો ચલાવતો શખ્સ ઝડપાયો : રૂા.11265 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામજોધપુરમાં સુભાષ રોડ પર જાહેરમાં મોબાઇલ ફોનમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11940 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતા એક શખ્સને રૂા.11265 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુરમાં સુભાષ રોડ પર આવેલી દુકાનના ઓટલા ઉપર મુંબઇ ખાતે રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની દિલ્હી કેપીટલ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર સોશિયલ મીડિયાની એપ્લીકેશન દ્વારા ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે રેઈડ દરમિયાન કિશન ભરત રાજાણી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.9000 ની કિંમતનો મોબાઇલ અને રૂા.2940 ની રોકડ રકમ સહિત રૂા.11,940 નો મુદ્દામાલ સાથે કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ક્રિકેટના જૂગારમાં નસીબ કાંઝિયા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે નસીબની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામજોધપુરમાં બસ સ્ટેન્ડ સામેના રોડ પર મુંબઇમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની દિલ્હી કેપીટલ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર સોશિયલ મીડિયાની એપ્લીકેશન દ્વારા ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રસનો ચીચોડો ચલાવતા ધવલ ઉર્ફે કાનો કિશોર ખાંટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.10000 ની કિંમતનો મોબાઇલ અને રૂા.1265 ની રોકડ રકમ મળી કુલ રૂા.11265 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તેમજ આ શખ્સ પણ નસીબ કાંઝિયા નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું ખુલતા પોલીસે નસીબની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular