જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં જૂગાર રમાડતા બે શખ્સોને એલસીબીની ટીમે રૂા.3,500 ની રોકડ રકમ, રૂા.10,000 ના મોબાઇલ અને કાર સહિત કુલ રૂા.5,13,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. કાલાવડના મોટા વડાળા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.4,820 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં મોબાઇલફોન ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ભારત અને દ.આફ્રિકા વચ્ચે રવિવારે રમાતી વર્લ્ડકપની વનડે મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં જૂગાર રમાડતા સબીરહુશેન હારુન ગોરી અને હશન બાઉદીન ધોધા નામના બે શખ્સોને દબોચી લીધા હતાં.
એલસીબીની ટીમે બન્ને શખ્સો પાસેથી રૂા.3500 નીરોકડ રકમ અને રૂા.10,000 ની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા.5 લાખની કિંમતની એક કાર મળી કુલ રૂા.5,13,500 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ જૂગારના દરોડામાં ઉપલેટાના વિમલ મેનસી ડેર અને ગીર-સોમનાથના ઉનાના ભાવેશ લલજી બાંભણિયા નામના બે શખ્સોની સંડોવણી ખુલતા એલસીબીની ટીમે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા શબીર ઈરફાન મોગલ, મહોસીન મહમદ મોગલ, બાસીત વલીમામદ મોગલ નામના ત્રણ શખ્સોને રૂા.4820 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.