ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં મેઘજી પેથરાજ છાત્રાલય પાછળ રહેતા જયંત ઉમેદલાલ માનસાતા અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ ઉમેદસિંહ જાડેજા નામના બે શખ્સોને પોલીસે સ્ટેશન રોડ વિસ્તારમાંથી ગતરાત્રે આઈ.પી.એલ.ની ચાલી રહેલી મેચ ઉપર મોબાઈલ ફોન પર ઓનલાઈન જુગાર રમતા ઝડપી લઇ, રૂા. 12,020 રોકડા તથા રૂપિયા આઠ હજારની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂા.20,020 નો મુદ્દામાલ કબજે કર્યો છે.