દેવભુમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક હીરેન્દ્ર ચૈાધરીના તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પ્રો.મદદનીશ પોલીસ અધિક્ષક નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ નારણભાઈ આંબલીયોને મળેલ બાતમી આધારે ચાચલાણા ગામ બસ સ્ટેન્ડ પાસે લીંબડાના ઝાડ નીચે ઓટા ઉપર જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રામગર જેરામગર અપરનાથી અને કારા જેસા ચાનપા નામના બે શખ્સોને રૂા. 16430ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. એલ.ડી.કારાવદરા તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ સુખાભાઇ વાઘેલા તથા પો.કોન્સ. નારણભાઇ ભીખાભાઇ આંબલીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.