જામજોધપુરમાં પાળેશ્વરનેશ ઘાસના ગોડાઉનના ગેઈટની સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.5220 ની રોકડ રકમ તથા બે મોબાઇલ ફોન મળી કુલ 15,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુરમાં પાળેશ્વરનેશ ઘાસના ગોડાઉનની ગેઇટની સામે બાવળની ઝાડીઓમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન દાના કરશન કટારા તથા અજય ધીરજલાલ ધામેચા નામના બે શખ્સોને રૂા.5220 ની રોકડ રકમ તથા રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.15,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.


