Monday, December 23, 2024
Homeરાજ્યફલ્લામાંથી તીનપતિનો જૂગાર રમતા બે શખ્સો ઝડપાયા

ફલ્લામાંથી તીનપતિનો જૂગાર રમતા બે શખ્સો ઝડપાયા

રૂા.6470 ની રોકડ કબ્જે : બે શખ્સો નાશી જવામાં સફળ : સીક્કામાંથી છ શખ્સોને રૂા.3440ની રોકડ સાથે ઝબ્બે: ભીમવાસમાંથી તીનપતિ રમતા ચાર શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.6740 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં તેમજ બે શખ્સો નાશી ગયા હોય જેની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા 6 શખ્સોને રૂા.3440 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.1730 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ,પ્રથમ દરોડો જામનગરના ફલ્લા ગામે તીનપતિનો જૂગાર રમતા નીતિ ઉર્ફે ભયલુ રવજી ગોહિલ અને મનુ દુદા રાઠોડ નામના બે શખ્સનોે રૂા.6740 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં જ્યારે રેઈડ પૂર્વે નાશી ગયેલા બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા કારાભુંગા વિસ્તારમાં બાવળની ઝાળીઓમાંથી જુગાર રમતા ઈમરાન કાસમ સુંભણિયા, અનિલ રમેશ ચૌહાણ, દિનેશ તુલસી સાગઠીયા, અભય સેલ્વરાજન ઐયર, મયુર નાજા વાજા, અમિત વિનોદ મકવાણા નામના છ શખ્સોને રૂા.3440 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દાઉદ નુરમામદ પઠાણ, સલીમ મુસા થઈમ, હનીફ જુસબ ચાવડા, સીદીક સલુ નોબે નામના ચાર શખ્સોને રૂા.1730 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular