જામનગર શહેરના ગણેશવાસ વિસ્તારમાં કાટછાપનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.12,372 ની રોકડ સાથે ઝડપી લઈ આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના વનાણા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.2110 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના 45 દિગ્વીજય પ્લોટમાં આવેલા ગણેશવાસ વિસ્તારમાં જાહેરમાં સિક્કા ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા સંજય કિશોર વાઘેલા, મુળજી ઉર્ફે ભરત પેરાજ કટારમલ નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12372 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ચેતન ઉર્ફે કાળો રમેશ કબીરા, રાજુ કબીરા, હાજી, ભરત વાઘેલા, ઈમ્તિયાઝ, ઉમર નામના છ શખ્સો નાશી ગયા હોય જેથી પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના વનાણા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા અરશી દુદા બેરા, માલદે પબા બેરા, અશ્ર્વિન પ્રભાશંકર રાજ્યગુરૂ, દિનેશ માલદે વસરા, વજશી પોલા ગાજરોતર અને કાના રામા કરમુર નામના છ શખ્સોને રૂા.2,110 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.