જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીના આંકડા બોલી જુગાર રમતાં બે શખ્સોને સીટી સી પોલીસે 10,300ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર પાણાખાણ શિવનગર શેરી નં.4 પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર એકીબેકીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી સી પોલીસે રેઇડ દરમ્યાન રોહિત હરીશભાઇ વરદોરિયા તથા રસીક સુખભાઇ તંબોલીયા નામના બે શખ્સોને રૂા. 10,300ની રોકડ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.