જામજોધપુરમાં ગીંગણી જકાતનાકા પાસે આવેલી પાનની દુકાનના ઓટા ઉપર જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રસારણમાં રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સોને પોલીસે રૂા.22 હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મજુબ, જામજોધપુર ગામમાં ગીંગણી જકાતનાકા પાસે આવેલી પાનની દુકાનના ઓટા ઉપર જાહેરમાં આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી મેચમાં વોટસએપ દ્વારા એપ્લીકેશનમાં સોદાઓ પાડી પૈસાનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીઆઈ આર.જે. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન રાજેશ કાંતિ હરીપરા અને જય ઉર્ફે જોગો રાજેન્દ્ર ખાંટ નામના બે શખ્સોને રૂા.940 ની રોકડ અને રૂા.22 હજારના બે મોબાઇલ મળી કુલ રૂા.22,940 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જામજોધપુરના જ કે.જે. ગઢવી, પાર્થ ઉર્ફે જાડો, ટકો 5252, રવિ રાબડિયા ઉર્ફે પાર્ટી અને પીરો 2 નામના શખ્સોની સંડોવણી ખુલતા સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.