જામનગર તાલુકાના અલિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.14070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના નાગેશ્ર્વરમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.3500 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના દરેડમાંથી વર્લીબાજને પોલીસે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના અલિયા ગામમાં બાવળના કાંટામાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસ સ્ટાફ રેઈડ દરમિયાન મુસ્તાક ઉર્ફે મુસો મામદ સપડિયા, ભાણજી રામજી પરમાર નામના બે શખ્સ્ોને રૂા.14070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ બીલાલ ઈસ્માઇલ ફકીર નામનો શખ્સ નાશી ગયો હોય, જેથી પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા મુકેશ બચુ બારેયા, જગદીશ કરશન મકવાણા, વિજય સુખા સારિયા સહિતના ત્રણ શખ્સોને રૂા.3500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા મહમદ અર્શીલ મહમદ જફર નામના શખ્સને રૂા.2090 ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે પંચ બી પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો.