જામજોધપુરના ગાંધીચોકમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા બે શખ્સોને રૂા.18750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 13 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની અંગેની વિગત મુજબ, જામજોધપુરના ગાંધીચોકમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા કેલવીન મનસુખ સાપરિયા અને રમેશ મોહન શીલુ નામના બે શખ્સોને રૂા.8000 ની કિંમતનો એક મોબાઇલ, રૂા.10750 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં અને પૂછપરછ હાથ ધરતા આ જૂગાર રમવામાં સાજીદભાઈ, ભટ્ટ, યુનુસ રાવકરડા, રાયશીભાઈ આહિર, મયુરભાઈ દેવીપૂજક, ભલો, શૈેલેષભાઈ ઉર્ફે સેટી, સંજય કડીવાર, હરીભાઈ મીસ્ત્રી, ભરત મકાભાઈ, રમેશ કોળી નામના 11 શખ્સો સહિત 13 શખસો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.